કાલોલ ના બોરુ ગામની રિફાઈ પબ્લિક સ્કૂલનું ઝળહળતું પરિણામ,જિલ્લા એથ્લેટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલનો વરસાદ.

તારીખ ૨૫/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા કક્ષાએ યોજાયેલી એથ્લેટિક સ્પર્ધામાં કાલોલ તાલુકાની બોરુ ગામ સ્થિત રિફાઈ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રદર્શન કરી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
જિલ્લાની વિવિધ શાળાઓના સ્પર્ધકો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં કાલોલ તાલુકાની બોરુ ગામની રિફાઈ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ દરેક કેટેગરીમાં મેડલનો વરસાદ કર્યો હતો. જેમાં અંડર-14 કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરી આ કેટેગરીમાં શાળાએ 6 મેડલ મેળવ્યા હતા. જેમાં Discuss Throw માં પ્રથમ, High Jump માં પ્રથમ, 100 મીટર દોડમાં પ્રથમ, Short Put માં પ્રથમ, જ્યારે 600 મીટર અને 200 મીટર દોડમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને અંડર-17 માં પણ વિદ્યાર્થીઓએ 6 મેડલ જીત્યા હતા. 400 મીટર, 100 મીટર, 200 મીટર દોડ અને Shot Put માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જ્યારે Javelin Throw અને Long Jump માં બીજો ક્રમાંક મેળવી સ્કૂલનું નામ રોશન કર્યું. જ્યારે અંડર-19 કેટેગરીમાં તો શાળાએ 7 મેડલ જીતી સૌને ચોંકાવી દીધા હતા. Long Jump, Javelin Throw, 400 મીટર, Hammer Throw, Triple Jump અને 200 મીટર દોડમાં પ્રથમ ક્રમાંક અને 100 મીટર દોડમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અને સંચાલક મંડળે વિજેતા ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી હતી.







