સુરેન્દ્રનગરમાં પશુપાલકોની પડતર માંગણીઓ મુદ્દે ‘આપ’ અને પશુપાલક મિત્ર ટીમ મેદાનમાં
જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી 10 દિવસનું આપ્યું અલ્ટીમેટમ

તા.25/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી 10 દિવસનું આપ્યું અલ્ટીમેટમ, સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકોની લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનો અને પશુપાલક મિત્ર ટીમ દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને એક આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પશુપાલકોના હિતમાં ત્વરિત અને યોગ્ય નિર્ણય લેવાની માંગ સાથે આ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ રજૂઆત દરમિયાન પશુપાલકોએ પોતાની પ્રાથમિક અને મહત્વની માંગણીઓ તંત્ર સમક્ષ મૂકી હતી વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને પશુપાલકોને દૂધનો પૂરતો અને પોષણક્ષમ ભાવ આપવો, દૂધના બોનસમાં 25 ટકાનો લાભ પશુપાલકોને આપવો, દરેક ડેરી પર દૂધના ફેટની પારદર્શક ચકાસણી માટે ડિજિટલ/ઓનલાઈન ફેટ માપવાના મશીન મૂકવા, ડેરી સંબંધિત કોઈપણ મહત્વનો કે નીતિ વિષયક નિર્ણય લેતા પહેલા સભાસદો સાથે બેઠક યોજી ચર્ચા-વિચારણા કરવી, 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી પશુપાલક મિત્ર ટીમના આગેવાન રમેશ મેરના નેતૃત્વ હેઠળ આ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતાની સાથે જ તંત્ર અને સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે જો આગામી 10 દિવસની અંદર પશુપાલકોની વ્યાજબી માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. આ તકે મોટી સંખ્યામાં પશુપાલકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


