GUJARATKUTCHMANDAVI

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવીની નવનિયુક્ત ટીમે ધારાસભ્ય, TDO સાહેબ, મામલતદાર અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખની શુભેચ્છા મુલાકાત લીધી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-૨૫ ઓગસ્ટ : માંડવી તાલુકામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવનિયુક્ત કારોબારી ટીમ દ્વારા વિસ્તારના માનનીય ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી (TDO), મામલતદાર તથા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ની શિષ્ટાચાર મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન નવનિયુક્ત ટીમ દ્વારા અધિકારી ઓ અને જનપ્રતિનિધિ નું સાલ, પુસ્તક તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની દિનદર્શિકા (કેલેન્ડર) અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.મુલાકાત દરમિયાન માંડવી તાલુકાની શૈક્ષણિક સ્થિતિ, શિક્ષકોના વિવિધ પ્રશ્નો, પડતર પ્રશ્નોના નિકાલ તથા શિક્ષણની ગુણવત્તામાં વધુ સુધારો કરવા અંગે સાનુકૂળ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ અને શિક્ષણના દૃઢીકરણ માટે શૈક્ષિક મહાસંઘ તથા વહીવટી તંત્ર વચ્ચે પરસ્પર સહયોગ જાળવી રાખવા અંગે પણ સકારાત્મક ચર્ચા થઈ હતી.ધારાસભ્ય તથા વહીવટી અધિકારી ઓએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવી શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે“રાષ્ટ્રના હિતમાં શિક્ષણ, શિક્ષણના હિતમાં શિક્ષક અને શિક્ષકના હિતમાં સમાજ”ના ધ્યેયમંત્ર સાથે શિક્ષણ અને શિક્ષકોના હિત માટે સતત કાર્ય કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.મુલાકાતમાં ઉપસ્થિત હોદ્દેદારો,અધ્યક્ષ પ્રવીણભાઈ કન્નડ,જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન રાણીપા,જિલ્લા સહમંત્રી નવીનભાઈ ખાંખલા,તાલુકા મહિલા ઉપાધ્યક્ષ સંગીતાબેન રાજગોર,તાલુકા મહામંત્રી હિરેનભાઈ વાસાણી,કારોબારી સભ્ય વનરાજભાઈ ખવડ આ અંગેની માહિતી નવનિયુક્ત પ્રચાર પ્રમુખ  અલ્પેશભાઈ સાંગાણી દ્વારા આપવામાં આવી હતી.અલ્પેશકુમાર સાંગાણી પ્રચાર પ્રમુખ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી, કચ્છ.

Back to top button
error: Content is protected !!