મહીસાગર જિલ્લામાં હાલ GBS (ગિલિયન-બારે સિન્ડ્રોમ) અને ચાંદીપૂરમ જેવા ગંભીર અને જીવલેણ રોગોએ પગ પેસારો કર્યો છે,

મહીસાગર જિલ્લામાં હાલ GBS (ગિલિયન-બારે સિન્ડ્રોમ) અને ચાંદીપૂરમ જેવા ગંભીર અને જીવલેણ રોગોએ પગપેસારો કર્યો છે,
જેના કારણે બાળકોના મોત પણ નીપજ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા શાળાઓથી લઈને નાસ્તાની લારીઓ સુધી સઘન ચેકિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

તંત્ર દ્વારા રોજ શાળાઓ અને બાળકોના આંકડા પ્રસિદ્ધ કરી પોતાની સક્રિયતાના દાવા કરાઈ રહ્યા છે,
પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
જિલ્લાની અંતરિયાળ શાળાઓમાં બાળકોને પીરસાતા ભોજનમાં ગંભીર ક્ષતિઓ સામે આવી રહી હોવાનું ગામજનોના મુખે ચર્ચાઈ રહ્યું છે,
જેનું તાજું ઉદાહરણ કડાણા તાલુકાની રાજનપુર પ્રાથમિક શાળા છે. શાળામાં બાળકોને જે મગ આપવામાં આવ્યા હતા તે વાસી હોવાનું સામે આવ્યું હતું જેના કારણે ગ્રામજનોએ શાળાનો ઘેરાવો કરીને હલલાબોલ કરેલ હતો અને આ ઘટનાની જાણ થતા મામલતદાર સહિત ની ટીમ શાળાએ પહોંચી હતી ને ગામજનો અને વાલીઓની રજુઆત સાભળી ને નવેસરથી ભોજન બનાવી બાળકોને આપવામા આવ્યું હતું.
તંત્ર દ્વારા ભલે રોજ કડક વલણ અપનાવવાની મોટી વાતો કરાતી હોય, પરંતુ સ્થાનિક કક્ષાએ શાળાઓને વહીવટી તંત્રનો કોઈ જ ડર ન હોય તેમ ખુલ્લેઆમ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. જે કેટલે અંશે વ્યાજબી ગણાય આ બાબતે તંત્ર ઘનિષ્ઠ તપાસ કરી કડક અને શિક્ષાત્મક પગલાં ભરશે ખરું???
ત્યારે હાલ જિલ્લામા ચાલી રહેલ ગંભીર રોગો સામે, આવી બેદરકારી સામે આવતા હવે વહીવટી તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કે નોટિસો પૂરતું સીમિત ન રાખી આવી બેજવાબદાર શાળાઓ સામે આકરી ફોજદારી અને દંડાત્મક કાર્યવાહી કરે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.
સરકારી તંત્ર દ્વારા રાજનપુર શાળાના સંચાલકો સામે સખત અને કડક પગલાં ભરીને સમગ્ર જિલ્લામાં એક દાખલો બેસાડવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ શાળા બાળકોના આરોગ્ય સાથે રમૂજ કે ચેડાં કરવાની હિંમત ન કરે.
ગુજરાત રાજય માગૅ વાહનવયવહાર નિગમ લી. કોરપોરેશન દવારા બસોના રુટ પર ચા. નાસતા માટે અલગ અલગ થી બસો ઉભી રાખવામાં આવે છે, આ હોટલ કે નાસતાની રેસટોરનટો પર બસો ઉભી રાખવાનુ નકકી કરેલ છે. પરંતુ હાલમાં પ્રસરેલ રોગચાળો ને દયાન માં લ ઈને જીલલા વહીવટી તંત્ર ને મહીસાગર નું આરોગ્ય વિભાગ દવારા આવા ખાણીપીણીની હોટલો ને નાસતા હાઉસો પર મુસાફર જનતાના ને લોકોના આરોગય માટે જરુરી હોઈ જેતે જવાબદાર વિભાગ દવારા જરુરી ચેકીંગ અવારનવાર હાથ ધરાયતે જરુરી છે.
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર


