
ધારાસભ્ય દેવાભાઈ માલમની રજૂઆતને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યો સકારાત્મક પ્રતિસાદ
કેશોદના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. કેશોદ ખાતે સર્કિટ હાઉસના નિર્માણ માટે અંદાજિત રૂ. 6,72,17,500/-ની રકમ મંજૂર કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા કેશોદ ખાતે સર્કિટ હાઉસની જરૂરિયાત અંગે કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સર્કિટ હાઉસ માટે અંદાજિત રૂ. 6.72 કરોડની રકમ મંજૂર કરવા બદલ કેશોદ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સર્કિટ હાઉસનું નિર્માણ થતાં કેશોદ ખાતે સરકારી કામગીરી અર્થે આવતા અધિકારીઓ, મહાનુભાવો તથા અન્ય મુલાકાતીઓને સુવિધા મળી રહેશે. સાથે સાથે કેશોદના વિકાસમાં પણ આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થશે. આ વિકાસલક્ષી નિર્ણય બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમનો કેશોદ વિસ્તારના લોકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેશોદના વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ!
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 



