ખોખરાઉમર ગામમાં જમીન સંપાદન સામે ખેડૂતોનો આક્રોશ, નેશનલ હાઇવે માટે જમીન સંપાદન સામે 10થી 12 જેટલા ખેડૂતોની વાંધા અરજી,
ખોખરાઉમર ગામમાં જમીન સંપાદન સામે ખેડૂતોનો આક્રોશ, નેશનલ હાઇવે માટે જમીન સંપાદન સામે 10થી 12 જેટલા ખેડૂતોની વાંધા અરજી,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5705;
AI_Scene: (-1, -1);
aec_lux: 57.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 39;
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
દેડિયાપાડા, તા. 25 ઓગસ્ટ 2026:
દેડિયાપાડા તાલુકાના ખોખરાઉમર ગામની સીમમાં નેશનલ હાઇવે માટે જમીન સંપાદનની પ્રક્રિયાને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામની સીમમાં આવેલી 7/12 માલિકીની ખેતીની જમીનમાંથી નેશનલ હાઇવે પસાર થનાર હોવાથી આશરે 10થી 12 જેટલા ખેડૂતોની જમીન સંપાદનમાં જવાની સ્થિતિ સર્જાઈ છે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તા. 24/07/2026ના રોજ ભારત સરકારના ગેઝેટમાં જાહેરાત નં. 3903 પ્રસિદ્ધ કરવામાં આવી હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું છે. આ જાહેરાત અંતર્ગત નેશનલ હાઇવે માટે નિર્ધારિત હદમાં ખોખરાઉમર ગામના ખેડૂતોની જમીન સંપાદિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશેતો ખેડૂતો જમીન વિહોણા થય જશે, તેવા અનેક સવાલો ઊભા થયા છે,
ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન ખેતીલાયક અને 7/12 રેકર્ડમાં માલિકીની જમીન છે. આ જમીનમાં તેઓ દર વર્ષે વિવિધ પાકોનું વાવેતર કરી પરિવારનું જીવનનિર્વાહ ચલાવે છે. જો જમીન સંપાદિત થઈ જશે તો ખેતી આધારિત તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છીનવાઈ જશે અને પરિવારના જીવનનિર્વાહમાં મુશ્કેલી ઊભી થશે.
આ મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા દેડિયાપાડા પ્રાંત અધિકારીને વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. અરજીમાં નેશનલ હાઇવે માટે સંપાદનમાં જતી જમીન અંગે ખેડૂતોના વાંધાઓને ધ્યાનમાં લઈ જમીન સંપાદનની કાર્યવાહી રદ કરવા અથવા યોગ્ય નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે.
હવે ખેડૂતોની વાંધા અરજી અંગે વહીવટી તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર અસરગ્રસ્ત ખેડૂતોની નજર છે.


