ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજમાં બેડઝ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, રૂ.16,770નો મુદ્દામાલ કબજે

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં બેડઝ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, રૂ.16,770નો મુદ્દામાલ કબજે

મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડજ ગામની સીમમાં ખુલ્લી જગ્યાએ ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી-મોડાસાએ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ.16,770નો મુદ્દામાલ કબજે કર્યો છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ દરમિયાન એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.ડી. વાઘેલા તથા એલ.સી.બી. સ્ટાફ મેઘરજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે બેડજ ગામની સીમમાં ખુલ્લી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો.

 

દરોડા દરમિયાન નરેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ આંબલીયા, મહેશભાઈ કાનજીભાઈ નિનામા અને ઈમ્તીયાજભાઈ ભીખાભાઈ બાકરોલીયા જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે અંગઝડતીમાંથી રૂ.7,770 તથા દાવ પરથી રૂ.4,000 મળી કુલ રૂ.11,770 રોકડ, ગંજીપાનાં 52 નંગ અને રૂ.5,000 કિંમતનો એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો.આ કેસમાં પ્રવિણભાઈ સોમાભાઈ અસારી અને બાબુભાઈ કોદરભાઈ જવાતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે મેઘરજ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કબજે કરાયેલ મુદ્દામાલ:

– રોકડ રકમ: રૂ.11,770

– મોબાઈલ ફોન: 1, કિંમત રૂ.5,000

– કુલ મુદ્દામાલ: રૂ.16,770

Back to top button
error: Content is protected !!