દિયોદર ખાતે ડે. કલેકટરનો ભાવભીનો વિદાય સત્કાર સમારોહ યોજાયો

દિયોદર ખાતે ડે. કલેકટરનો ભાવભીનો વિદાય સત્કાર સમારોહ યોજાયો
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
દિયોદર પ્રાંત કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ કલેકટર ડી.એન. કાછડની તાજેતરમાં નવસારી ખાતે ડે. કલેકટર (સ્ટેમ્પ ડ્યુટી) તરીકે બદલી થતા આજરોજ દિયોદર ખાતે ભાવભીનો વિદાય અને સત્કાર સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે નાયબ કલેકટર ડી.એન. કાછડને શાલ ઓઢાડી, ફૂલહાર અને મોમેન્ટો અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ દિયોદરના નવનિયુક્ત નાયબ કલેકટર પી.સી. પટેલનું પણ શાલ ઓઢાડી અને ફૂલગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરીયા, પૂર્વ સદસ્ય રમેશભાઈ પટેલ, દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉજાભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, ડામરાભાઈ પટેલ (જસાલી) સહિત મહેસૂલ વિભાગના કર્મચારીઓ, કોંગ્રેસ- ભાજપ ના કાર્યકરો અને સામાજિક-રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દિયોદર મહેસૂલ વિભાગમાં ઉત્કૃષ્ટ અને પારદર્શક કામગીરી કરવા બદલ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડી.એન. કાછડને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા



