થરા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરપ્રેરિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અને સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું..
થરા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરપ્રેરિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અને સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું..

થરા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરપ્રેરિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અને સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું..
સંસ્કૃત ભાષા એ તમામ ભાષાઓની માતા ગણાય છે. સંસ્કૃત ભાષાનું મહત્વ વેદો અને પુરાણો અનોખું મહત્વ છે.ત્યારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ,ગાંધીનગર પ્રેરિત ઓગડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ઓગડ વિદ્યા મંદિરના સભાખંડમાં શેઠશ્રી સી.એમ. શાહ કન્યા વિધાલય દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી ના ભાગ રૂપે થરા નગરમાં સંસ્કૃત ભાષાનું મહત્વ જળવાઈ રહે તે માટે ઓગડ તાલુકા મામલતદાર કે.કે. ગૌસ્વામી ના અધ્યક્ષ સ્થાને ઓગડ તાલુકા પ્રા. શિક્ષણાધિકારી ગૌરવભાઈ પંચાલ,ઓગડ તાલુકા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઓગડ તાલુકા બી.આર.સી. પ્રહલાદભાઈ જોશી, બ.કાં. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહિલા અધ્યક્ષ બિંદેશ્વરીદેવી ઝાલા,વિનય વિદ્યામંદિર થરા ના આચાર્ય હરેશભાઈ ચૌધરી શ્રીમતી સાસુ-વહુ ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર રાજપુર ના આચાર્ય એવમ સંસ્કૃત સપ્તાહ ઉજવણી ઓગડ તાલુકા નોડલ અધિકારી દશરથભાઈ ભાટી,શેઠશ્રી સી.એમ.શાહ કન્યા વિદ્યાલય ના આચાર્ય ગીરાબેન ઠક્કર, ચાંગા સ્કૂલના આચાર્ય દયારામભાઈ જોષી,વરિષ્ઠ પત્રકાર યશપાલસિંહ વાઘેલા, શિક્ષક લાલસિંહ વાઘેલા સહીત વિધાર્થી- વિધાર્થીનીઓની ઉપસ્થિતિમાં વિશાળ સંસ્કૃત ગૌરવયાત્રાનું ભવ્ય આયોજન ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું.સંસ્કૃત તજજ્ઞ શાસ્ત્રી બળદેવભાઈ જોષી, રોહિત નગર પ્રા. શાળા થરા ના આચાર્ય ડૉ.કુલદીપભાઈ ઠક્કર દ્વારા સંસ્કૃત ભાષામાં વ્યક્તવ્ય દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સંસ્કૃત ગૌરવયાત્રા ઓગડ વિધામંદિર થી નીકળી મુખ્ય બજાર ચોર્યાસી વિસ્તાર થઈ પરત શેઠશ્રી સી.એમ.શાહ કન્યા વિદ્યાલયમા સંપન્ન કરાઈ હતી. જેમાં વિશાળ સંખ્યામાં વિધાર્થીઓ અને નગરજનો જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંતિલાલ રાયગોરે કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530



