BHUJGUJARATKUTCH

ભુજ ખાતે EDII દ્વારા ૫૫ મહિલાઓ માટે રેઝિન આર્ટ આધારિત એક માસિક કૌશલ્યવર્ધન મહિલા ઉદ્યમિતા વિકાસ કાર્યક્રમ પૂર્ણ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૩૦ ઓગસ્ટ  : કચ્છ: ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII), અમદાવાદ દ્વારા કચ્છ જિલ્લાના ભુજ ખાતે મહિલાઓ માટે આયોજિત એક માસિક સૂક્ષ્મ કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ કાર્યક્રમનો સફળતાપૂર્વક સમાપન સમારોહ યોજાયો હતો. તા. 09 જુલાઈ 2026 થી 07 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં કુલ ૫૫ મહિલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના સમાપન પ્રસંગે તમામ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને રેઝિન આર્ટ ક્ષેત્રે વ્યવહારુ કૌશલ્ય સાથે સ્વરોજગાર અને ઉદ્યમિતાની તકો અંગે સક્ષમ બનાવવાનો હતો. તાલીમ દરમિયાન મહિલાઓને રેઝિન આર્ટના માધ્યમથી વિવિધ પ્રકારની આકર્ષક અને ઉપયોગી પ્રોડક્ટ્સ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. પ્રશિક્ષક હેતવીબેન દવે દ્વારા રેઝિન આર્ટની વિવિધ તકનીકો, પ્રોડક્ટ નિર્માણની પ્રક્રિયા તેમજ ગુણવત્તાયુક્ત ઉત્પાદન અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમાપન સમારોહમાં ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)ના શ્રી દીપક શેખા, શ્રી સચિન મહેશ્વરી અને શ્રી હેતલ ખેર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ તાલીમાર્થી બહેનોને ઉદ્યમિતા વિકાસ, સ્વરોજગારની તકો તેમજ ઉદ્યમ શરૂ કરવા માટે ઉપલબ્ધ વિવિધ સરકારી સહાય અને યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.EDIIના સ્ટાફ દ્વારા તાલીમ પૂર્ણ કરનાર મહિલાઓને તાલીમ બાદ પણ સતત માર્ગદર્શન, સહાયતા અને પ્રોત્સાહન આપવાની ખાતરી આપવામાં આવી હતી. ખાસ કરીને પોતાનું ઉદ્યમ શરૂ કરવા ઇચ્છુક મહિલાઓને સરકાર માન્ય ઉદ્યમ રજીસ્ટ્રેશન, કારીગર કાર્ડ તથા સબસિડી આધારિત વિવિધ સરકારી યોજનાઓ હેઠળ ઉપલબ્ધ સહાય મેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત, મહિલાઓને પોતાના ઉત્પાદનોને બજારમાં સફળતાપૂર્વક રજૂ કરવા માટે જરૂરી એવા માર્કેટિંગ, લોગો ડિઝાઇન, બ્રાન્ડિંગ, પેકેજિંગ અને ઉત્પાદનની ગુણવત્તા જેવા મહત્વપૂર્ણ પાસાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ દ્વારા કચ્છની મહિલાઓમાં કૌશલ્ય વિકાસ સાથે સ્વરોજગાર, આત્મનિર્ભરતા અને ઉદ્યમિતા તરફ આગળ વધવા માટેનો આત્મવિશ્વાસ વિકસે તે દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. રેઝિન આર્ટ જેવી સર્જનાત્મક કળાને વ્યવસાયિક સ્વરૂપ આપી મહિલાઓ પોતાના નાના પાયાના ઉદ્યમો શરૂ કરી શકે અને આર્થિક રીતે સશક્ત બની શકે તે માટે આ પ્રકારના કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થશે.

Back to top button
error: Content is protected !!