GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના મલાવ ખાતે સાંસદ રાજપાલસિંહ ના હસ્તે નવીન આંગણવાડી ના મકાન નું ઉદ્ઘાટન કરાયું.

તારીખ ૩૧/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા મલાવ ગામે આંગણવાડી ના નવિન મકાન નુ ઉદઘાટન પ્રસંગે પંચમહાલ લોકસભા ના સાંસદ રાજપાલસિંહજી જાદવ તેમજ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજય રાઠોડ, યુવા મોરચા પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ,મલાવ સરપંચ તેમજ તાલુકા પંચાયત સદસ્ય તેમજ જિલ્લા પંચાયત સદસ્ય ની વિશેષ ઉપસ્થિત માં કરવામાં આવ્યું હતું.






