CHIKHLINAVSARI CITY / TALUKO

ચીખલી: સમરોલી NH-48 વિસ્તારના ROWની નિયંત્રણ રેખા હેઠળના દબાણ દૂર કરવાની હાઈ-વે સેફટી ટાસ્ક ફોર્સની કામગીરી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર વાહનવ્યવહારની સલામતી અને સુગમતા જળવાઈ રહે તે માટે ચીખલી તાલુકામાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ રચાયેલી હાઈ-વે સેફટી ટાસ્ક ફોર્સ દ્વારા NHAIના અધિકારીઓની સાથે મળીને NH-48ની Right of Way (ROW) તથા નિયંત્રણ રેખાની સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેના પ્રથમ તબક્કામાં સમરોલી ખાતે ચીખલી ચાર રસ્તાથી વલસાડ તરફના માર્ગ પર નાના-મોટા કમર્શિયલ એકમો અને હોટલો સહિત કુલ 24 ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણો હટાવી માર્ગની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને હાથ ધરાયેલી આ કામગીરીનો હેતુ હાઈ-વે પર વાહનચાલકોને અવરજવરમાં અડચણ ન પડે અને અકસ્માતનું જોખમ ઘટે તે છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે NH-48ની ROW તથા નિયંત્રણ રેખાની મર્યાદામાં આવતા ગેરકાયદેસર બાંધકામો સામે નિયમોનુસાર કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!