ANANDANAND CITY / TALUKOGUJARAT

લગ્નનું ખોટું સર્ટી બનાવવાના અંગેના ગુનામાં ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ

લગ્નનું ખોટું સર્ટી બનાવવાના અંગેના ગુનામાં ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ

 

તાહિર મેમણ – આણંદ – 01/09/2026 – જિલ્લાના તથા બહારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારું અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપેલ.

જે અન્વયે શ્રી આર.એમ. ચૌહાણ, પો.સ.ઇ. એલ.સી.બી. તથા શ્રી આઇ.જે. રાણા, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓએ એલ.સી.બી.ના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવેલ. ગઇકાલ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન અ.હે.કો. મહેબુબખાન રસીદખાન નાઓને હકીકત મળેલ કે, આણંદ ટાઉન પો.સ્ટે. ખાતે નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો આરોપી એન્થોની પાટીલ સોલંકી, રહે. આણંદ, આણંદ પ્રેસના પાસે, સેન્ટ ઝેવિયર્સ રોડ તા.જી. આણંદ નાનો નાસતો ફરે છે.

હાલ પોતે આણંદ, ગણેશ ચોકડી નજીક શો રૂમ પાસે આવેલ ઓફિસ પાસે આવેલ છે. જે ચોક્કસ માહિતી આધારે સ્ટાફના માણસોએ બતાવેલી જગ્યાએ જઈ તપાસ કરતા બાતમી મુજબના વર્ણનવાળો ઇસમ મળી આવતાં તેની પૂછપરછ કરતાં પોતે એન્થોની પાટીલ સોલંકી, ઉ.વ. ૬૩, રહે. આણંદ, આણંદ પ્રેસના પાસે, સેન્ટ ઝેવિયર્સ રોડ, તા.જી. આણંદનો હોવાનું જણાવ્યું હતું.

લગ્નનું ખોટું સર્ટી બનાવવાના બાબતે આણંદ ટાઉન પો.સ્ટે.માં દાખલ થયેલ ગુનામાં નાસતો ફરતો આરોપી હોવાનું જણાતા તેની ખાતરી તપાસ કરી સદર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે આણંદ ટાઉન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.

પકડેલ આરોપી:

એન્થોની પાટીલ સોલંકી, ઉ.વ. ૬૩, રહે. આણંદ, આણંદ પ્રેસના પાસે, સેન્ટ ઝેવિયર્સ રોડ, તા.જી. આણંદ.

નાસતા ફરતા ગુનાની વિગત:

આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લગ્નનું ખોટું સર્ટી બનાવવાના ગુનામાં આરોપી ૬ વર્ષથી નાસતો ફરતો હતો.

કામગીરી કરનાર ટીમ:

શ્રી આર.એમ. ચૌહાણ, પો.સ.ઇ., શ્રી આઇ.જે. રાણા, પો.સ.ઇ., ASI દિલીપભાઈ તથા HC મહેબુબખાન.

Back to top button
error: Content is protected !!