
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બી-કનઈ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે “Gokul to B-KANAE – Krishna Utsav” અંતર્ગત જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી
મોડાસા ની બી-કનઈ સ્કૂલ ખાતે “Gokul to B-KANAE – Krishna Utsav” અંતર્ગત ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને ભગવાન શ્રીકૃષ્ણના સ્મરણ સાથે કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણના જીવનના વિવિધ પ્રસંગોને સુંદર રીતે રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કૃષ્ણ જન્મ, ગોકુળ આગમન, બાળ લીલા, માખણ ચોરી, રાક્ષસ વધ, રાસ લીલા, મથુરા ગમન, મહાભારતના દૃશ્યો, પૂતના વધ, બકાસુર વધ, અઘાસુર વધ, કાળીયા નાગનું દમન અને ગોવર્ધન લીલા જેવા પ્રસંગોની જીવંત રજૂઆત કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને નૃત્ય, નાટક અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની સુંદર ઝાંખી કરાવી હતી.કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, ભક્તિ, નૈતિક મૂલ્યો અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા મેળવવાની ભાવના વિકસાવવાનો હતો.
આ કાર્યક્રમમાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનકુમાર આર. શાહ, ઉપપ્રમુખ નિખીલભાઈ શાહ, મંત્રી કે.કે.શાહ, ડૉ પદ્માબેન પ્રજાપતિ , મિનેષભાઈ ગાંધી , તથા ગૌરાંગભાઈ શાહ તથા શાળાના કેમ્પસ ડાયરેક્ટર જે. પી. ઉપાધ્યાય, આચાર્ય કે. ડી. રાઠોર , કો – ઓર્ડીનેટર ડૉ. પ્રસિદ્ધિ વ્યાસ, ઓ.એસ. કાશ્મીરાબેન સોની ઉપસ્થિત રહીને, માર્ગદર્શન આપીને આ કાર્યક્રમની અભિવૃદ્ધિ કરી હતી. તેમજ બાળકો અને શાળા પરીવારને અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર શાળા પરિસર **“જય શ્રી કૃષ્ણ” અને “રાધે રાધે”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ જન્માષ્ટમી પર્વને યાદગાર બનાવ્યો હતો.“Gokul to B-KANAE – Krishna Utsav” દ્વારા બી-કનઈ સ્કૂલે ભારતીય પરંપરા અને શિક્ષણના સુંદર સમન્વયનો સંદેશ આપ્યો હતો.



