ARAVALLIGUJARATMODASA

મોડાસા – નાગપંચમી પર્વે ગારુડી ગોગા મહારાજ ધામે ભવ્ય ધાર્મિક મહોત્સવ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – નાગપંચમી પર્વે ગારુડી ગોગા મહારાજ ધામે ભવ્ય ધાર્મિક મહોત્સવ

મોડાસા તાલુકાના ગારુડી ગોગા મહારાજ ધામ ખાતે નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. વહેલી સવારથી જ ગોગા મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

મંદિરના ગાદીપતિ મહંત ચેતન ભુવાજીના માર્ગદર્શન હેઠળ ગોગા મહારાજની પૂજા-અર્ચના અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.નાગપંચમીના પાવન પર્વે દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થે આવતા ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.સમગ્ર ધાર્મિક મહોત્સવ દરમિયાન ધામમાં આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ભક્તોની ભારે ઉપસ્થિતિ વચ્ચે ગારુડી ગોગા મહારાજ ધામ નાગપંચમીના પર્વે ભક્તિમય રંગે રંગાઈ ગયું હતું.

Back to top button
error: Content is protected !!