GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: જલાલપોર પોલીસની સરાહનીય કામગીરી: ચોરાયેલી બાઈક અને ગુમ થયેલા 3 મોબાઈલ મૂળ માલિકોને પરત

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ચોરી તથા ગુમ થયેલી મિલકત શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપવામાં આવી હતી. પોલીસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કુલ રૂ.90 હજારનો મુદ્દામાલરિકવર કરવામાં આવ્યો હતો.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, સુરત વિભાગ તથા નવસારીના પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, IPSની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાય અને જલાલપોર પોલીસ ઈન્સ્પેક્ટર એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ચોરી અને ગુમ થયેલી મિલકત શોધી કાઢી હતી.

આ કામગીરીમાં રૂ.55 હજારની કિંમતની HONDA Shine બાઈક તેમજ અંદાજે રૂ.35 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોનમળી કુલ રૂ.90 હજારનો મુદ્દામાલ રિકવર કરી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ દરમિયાન મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.

પરત સોંપવામાં આવેલા મોબાઈલમાં OPPO CPH-2751, OPPO A9 2020 અને VIVO Y22નો સમાવેશ થાય છે.

આ સફળ કામગીરીમાં જલાલપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એલ.જી. રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસની આ કામગીરીથી પોતાની ખોવાયેલી કે ચોરાયેલી મિલકત પરત મેળવનાર મૂળ માલિકોમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી હતી.

Back to top button
error: Content is protected !!