MORBI મોરબી છ જિલ્લામાંથી હદપાર કરાયેલી મહિલા ઢુવા ચોકડી પરથી ઝડપાઈ




MORBI મોરબી છ જિલ્લામાંથી હદપાર કરાયેલી મહિલા ઢુવા ચોકડી પરથી ઝડપાઈ

મોરબી:સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધીક્ષકની સૂચના અનુસાર ગુનાખોરી પર અંકુશ લાવવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત મોરબી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે મોટી સફળતા મેળવી છે. છ જિલ્લામાંથી હદપાર (તડીપાર) કરાયેલી એક મહિલાને હદપારીના હુકમનો ભંગ કરતા રંગેહાથ ઝડપી પાડવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા માનુબેન રાયસીંગભાઈ કેશુભાઈ વાઘેલા (ઉ.વ. ૩૦, રહે. ઢુવા ગામની સીમ, મૂળ રહે. રૈયાધાર, રાજકોટ) ને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, જામનગર, કચ્છ-ભુજ અને દેવભૂમિ દ્વારકા એમ કુલ છ જિલ્લાઓમાંથી ૬ માસ માટે હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.આ હુકમ અમલમાં હોવા છતાં, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન આ તડીપાર મહિલા ઢુવા ચોકડી પાસે આવેલી સસ્તા બજારની દુકાન સામેથી મળી આવી હતી.પોલીસે હદપારી હુકમનો અનાદર કરવા બદલ મહિલા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



