GUJARATJUNAGADHMENDARDA

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ખાતે નેશનલ STEM ક્વિઝ-૪.૦માં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ૩૩ વિદ્યાર્થીઓને ટેબલેટ એનાયત

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ખાતે નેશનલ STEM ક્વિઝ-૪.૦માં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ૩૩ વિદ્યાર્થીઓને ટેબલેટ એનાયત

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી GUJCOST પ્રેરિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લામાં નેશનલ સ્ટેમ ક્વિઝ ૪.૦ ૨૦૨૫-૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર જૂનાગઢ જિલ્લાના ૩૩ વિદ્યાર્થીઓને GUJCOST દ્વારા પ્રોત્સાહનરૂપે સેમસંગ કંપનીના ટેબલેટ એનાયત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં યોજાયેલી આ ક્વિઝમાં આશરે ૩૫,૦૦૦ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. જેમાં તાલુકા કક્ષાની પ્રક્રિયા બાદ સિનિયર અને જુનિયર કેટેગરીના મળીને કુલ ૪૦ વિદ્યાર્થીઓની ઝોનલ કક્ષાએ રાજકોટ ખાતે પસંદગી કરવામાં આવી હતી. ઝોનલ કક્ષાએ પસંદગી પામેલા વિદ્યાર્થીઓમાંથી જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર જૂનાગઢ જિલ્લાના ૩૩ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ૩૧ ઓગસ્ટ, ના રોજ શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ ખાતે ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ટેબલેટ એનાયત કરી તેમની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રતાપસિંહ ઓરા, શ્રદ્ધાબેન કચોટ તથા રીનાબેન મકવાણાએ જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણારૂપ બની છે.તેમજ આ તકે પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ તથા ગિજુભાઈ ભરાડે વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રણવીરસિંહ પરમાર, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આશિષભાઈ મહિડા, ડાયટના લેક્ચરર ભરતભાઈ મેશિયા, ડૉ.માતંગભાઈ પુરોહિત, પ્રેમાનંદ વિદ્યામંદિરના રમેશભાઈ જાવિયા, જાવિયા સ્કૂલિંગ સિસ્ટમના નિખિલભાઈ તેરૈયા તથા હિરેનભાઈ મંડીર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!