TANKARA:ટંકારા પોક્સોના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને અમરેલીના મતીરાળાથી ઝડપી પાડ્યો




TANKARA:ટંકારા પોક્સોના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને અમરેલીના મતીરાળાથી ઝડપી પાડ્યો

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલની સુચના તેમજ વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.ડી.ઝાલા દ્વારા નામદાર કોર્ટમાંથી નીકળતા સમન્સ તથા પકડ વોરંટની બજવણી માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ટંકારા પોલીસે લાંબા સમયથી ફરાર આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
ઘટનાની વિગત મુજબ, વર્ષ ૨૦૨૧માં ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) તથા પોક્સો એક્ટ હેઠળના ગુનાનો આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયા (રહે. બડી મીહીરયાવટ ભવરા, જી. અલીરાજપુર, એમ.પી.) લાંબા સમયથી નામદાર કોર્ટમાં હાજર થવાને બદલે નાસતો ફરતો હતો.

આરોપી અવારનવાર સમન્સ કે વોરંટ છતાં કોર્ટમાં ગેરહાજર રહેતો હોય, સ્પે. પોક્સો એન્ડ એડિશનલ સેશન્સ જજ (મોરબી) દ્વારા આરોપી વિરુદ્ધ B.N.S.S. ની કલમ-૭૨ મુજબનું “ફરતું વોરંટ” (Absconding Warrant) ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
વોરંટની ગંભીરતાને ધ્યાને લઈને ટંકારા પોલીસ ટીમે ચોક્કસ હકીકત મેળવી આરોપીને મતીરાળા ગામની સીમ (તા. લાઠી, જી. અમરેલી) ખાતેથી દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


