શ્રી વિ.આર.પટેલ આર્ટસ કોલેજ થરામા જન્માષ્ટમી ના પાવન પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ..
શ્રી વિ.આર.પટેલ આર્ટસ કોલેજ થરામા જન્માષ્ટમી ના પાવન પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ..

શ્રી વિ.આર.પટેલ આર્ટસ કોલેજ થરામા જન્માષ્ટમી ના પાવન પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા મા આવેલ શ્રી વી.આર. પટેલ આર્ટ્સ કોલેજ ખાતે પ્રમુખ અણદાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આર્ટસ કોલેજ ના પ્રિન્સિપાલ પ્રિયંકાબેન ચૌધરી,પીટીસી કોલેજના પ્રિન્સિપાલ જયવદનભાઈ પટેલ ની ઉપસ્થિતિમા બીજી સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.ઠાકોર રાધે વિજયભાઈ એ શ્રીકૃષ્ણનું સુંદર પાત્ર ભજવી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.સુંદર વેશભૂષા, એકપાત્રિય અભિનય સહીત અનેક રજૂઆતને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી.વિદ્યાર્થીઓ દ્વારા ભજન,ગીતો,નૃત્ય તથા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. સંસ્થાના પ્રમુખ અણદાભાઈ પટેલે વિદ્યાર્થીઓને જન્માષ્ટમીના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવી ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર તથા ઉપદેશોમાંથી સત્ય,કર્તવ્ય અને સદાચારના માર્ગે ચાલવા ની પ્રેરણા લેવા જણાવ્યું હતું.પ્રોફેસર ભરતભાઈ ઠાકોર રોહિતભાઈ ઠાકોર, સુનિલભાઈ પટણી, આનંદભાઈ ઠાકોર,પૂજાબેન સોની, પાર્વતીબેન પરમાર, પ્રિયંકાબેન દેસાઈ,ક્લાર્ક સાર્થિકભાઈ ચૌધરી,પ્યુન સંજયભાઈ ઠાકોર સહીત વિદ્યાર્થીઓના સહયોગથી સમગ્ર કાર્યક્મ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530



