ARAVALLIGUJARATMODASA

અરવલ્લી – શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની પસંદગી મામલે તપાસ પૂર્ણ, અયોગ્ય પસંદગી રદ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની પસંદગી મામલે તપાસ પૂર્ણ, અયોગ્ય પસંદગી રદ

અરવલ્લી : વર્ષ ૨૦૨૬ માટેના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની પસંદગી પ્રક્રિયા અંગે ઉઠેલા સવાલો બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રચાયેલી તપાસ સમિતિએ પોતાનો અહેવાલ જિલ્લા કલેક્ટરશ્રી મિલિન્દ બાપનાને રજૂ કર્યો છે. પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ, અરવલ્લી દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ સમગ્ર મામલે તટસ્થ અને નિયમોનુસાર તપાસ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.

તપાસ સમિતિએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની પસંદગી પ્રક્રિયા, ઉમેદવારોની લાયકાત, શૈક્ષણિક અનુભવ તેમજ લાગુ પડતા નિયમો અને માર્ગદર્શિકાઓની ઝીણવટભરી ચકાસણી કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ સમિતિએ તેનો અહેવાલ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યો હતો.તપાસ અહેવાલના આધારે નિયમો અને નિર્ધારિત માપદંડોને અનુરૂપ ન હોય તેવી પસંદગી રદ કરવામાં આવી છે, જ્યારે પારિતોષિક માટેની નિર્ધારિત લાયકાત અને માપદંડો પૂર્ણ કરતા પાત્ર અને લાયક ઉમેદવારોના નામની ભલામણ કરવામાં આવી છે.

દરમિયાન, ભવિષ્યમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને નિયમબદ્ધતા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ Standard Operating Procedure (SOP) તૈયાર કરવાની સૂચના આપી છે. SOPના અમલથી આગામી સમયમાં પસંદગી પ્રક્રિયામાં વધુ સ્પષ્ટતા, જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત થઈ શકશે.આ ઉપરાંત સમગ્ર મામલામાં સંકળાયેલા સંબંધિત વ્યક્તિઓના નામ અંગેનો અહેવાલ પણ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યો છે. જેથી ઉચ્ચ સત્તાધિકારી કક્ષાએથી નિયમોનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયામાં નિયમોનું પાલન, પારદર્શિતા અને પાત્ર ઉમેદવારોને ન્યાય મળે તે બાબતોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!