GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:બે બાળકોની માતાને કુંવારા યુવક સાથે પ્રેમ થતાં સર્જાયો હાઈડ્રામા,યુવકે નંબર બ્લોક કરતાં પ્રેમિકા ઘરે પહોંચી,181 હાલોલની ટીમે મામલો શાંત પાડ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૯.૨૦૨૬

પ્રેમ અને આવેશમાં ભાન ભૂલેલી બે બાળકોની માતા પ્રેમીના ઘરે પહોંચી 181 હાલોલ અભયમ મહિલા હેલ્પલાઈનની સરાહનીય કામગીરીથી બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું હતું પ્રાપ્ત વિગતો અનુસાર પ્રેમમાં અંધ બનેલી બે બાળકોની માતાને કુંવારા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ યુવકે સંપર્ક તોડી નાખતાં મોટો ડ્રામા સર્જાયો હતો. યુવકે મોબાઈલ નંબર બ્લોક કરી દેતાં મહિલા સીધી યુવકના ઘરે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ વણસતાં યુવકની માતાએ તાત્કાલિક 181 હાલોલ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 181 ની ટીમે બંને પક્ષોનું ગંભીરતાથી કાઉન્સેલિંગ કરી મામલો શાંત પાડ્યો હતો.એક પરિણિત મહિલા, જે બે બાળકોની માતા છે, તેને એક કુંવારા યુવક સાથે પ્રણયસંબંધ બંધાયો હતો. કેટલાક સમય બાદ યુવકને પોતાની ભૂલનો અહેસાસ થતાં તેણે મહિલા સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો અને તેનો નંબર બ્લોક કરી દીધો હતો. યુવક દ્વારા સંપર્ક કાપી નાખવામાં આવતાં આવેશમાં આવેલી મહિલા કોઈ પણ વિચાર કર્યા વગર યુવકના ઘરે પહોંચી ગઈ હતી અને ત્યાં હોબાળો મચાવ્યો હતો.અચાનક બનેલી આ ઘટનાથી ગભરાઈ ગયેલી યુવકની માતાએ તુરંત જ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર કૉલ કરી મદદ માંગી હતી. કૉલ મળતાં જ ૧૮૧ ની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.૧૮૧ ની કાઉન્સેલર ટીમે સ્થળ પર પહોંચીને સૌપ્રથમ બંને પક્ષોને શાંત પાડ્યા હતા. ત્યારબાદ મહિલાને તેના પરિવાર, બાળકોના ભવિષ્ય અને સામાજિક મર્યાદાઓ વિશે સમજાવટ કરી હતી. સામે પક્ષે યુવક અને તેના પરિવાર સાથે પણ વિગતવાર વાતચીત કરવામાં આવી હતી.૧૮૧ ની ટીમની સચોટ અને શાંતિપૂર્ણ સમજાવટના પરિણામે મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. બંને પક્ષોએ ભવિષ્યમાં એકબીજાની જિંદગીમાં કોઈ દખલગીરી ન કરવાની અને શાંતિ જાળવવાની ખાતરી આપી હતી. આમ, ૧૮૧ અભયમની સમયસૂચકતા અને કાઉન્સેલિંગથી એક મોટો સામાજિક વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો હતો.

Back to top button
error: Content is protected !!