GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નવસારી ખાતે આગમનને પગલે તડામાર તૈયારીઓ….

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

*આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે સ્થળની મુલાકાત લઈ જરૂરી સુચનાઓ આપી*

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી નવસારી પ્રવાસ અને નવનિર્મિત ‘નમો કમલમ’ કાર્યાલયના ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમોને ભવ્ય તથા સુચારુ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.  કમલમ કાર્યાલય આસપાસ સઘન વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરાઈ છે.

               આજે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે સ્થળની મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી કાર્તિક જીવાણી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળ, વિશાળ ડોમ, એલ.ઈ.ડી. સ્ક્રીન, સ્ટેજ, પીવાના શુદ્ધ પાણી, મોબાઈલ શૌચાલય, સુરક્ષા પ્રોટોકોલ અને ટ્રાફિક વ્યવસ્થાનું સઘન સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

              

Back to top button
error: Content is protected !!