GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને રકમ ભરપાઈ કરવા અનુરોધ




MORBI:મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને રકમ ભરપાઈ કરવા અનુરોધ

મોરબી : IHSDP યોજના (મુખ્યમંત્રી આવાસ યોજના) અંતર્ગત સરકારશ્રી દ્વારા સર્વે નં. ૧૪૧૫ પૈકીની જગ્યામાં મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કામધેનું બાયપાસ રોડ ઉપર નિર્માણ કરાયેલા ૬૦૮ આવાસોની ફાળવણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે નિર્માણ થયેલ બિલ્ડીંગોમાંથી કોમ્પ્યુટર આધારીત ડ્રોની સફળ યાદી મુજબ બિલ્ડીંગ નં. ૩૬, ૩૭ અને ૩૮ના લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તેઓએ પોતાના ફાળે આવતી નિયત કુલ રકમ રૂ. ૫૧,૦૦૦/- અથવા બાકી રહેતી રકમ આગામી ૭ દિવસની અંદર મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે ભરપાઈ કરવી.નિયત સમયમર્યાદામાં રકમ ભરપાઈ કરવા સંબંધિત લાભાર્થીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


