DAHODDAHOD CITY / TALUKOGUJARAT

વિકસિત ભારત 2047: મયુરભાઈ પરમારની અરૂણાચલ પ્રદેશના પ્રભારી તરીકે વરણી

તા.૦૩.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:વિકસિત ભારત 2047: મયુરભાઈ પરમારની અરૂણાચલ પ્રદેશના પ્રભારી તરીકે વરણી

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૨૦૪૭ સુધીમાં દેશને ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ સંસ્થાન (VBSS) દ્વારા નવી જવાબદારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે સંસ્થાન દ્વારા મયુરભાઇ પરમાર ની અરૂણાચલ પ્રદેશના પ્રભારી તરીકે મહત્વપૂર્ણ વરણી કરવામાં આવી છે.વિકસિત ભારત સંકલ્પ સંસ્થાન અને તેના વરિષ્ઠ પદાધિકારીઓ દ્વારા ૨૬ ઓગસ્ટના રોજ મયુરભાઈ પરમારને આ નવી જવાબદારી સોંપાઈ હતી. રાષ્ટ્રના સામર્થ્ય, કલ્યાણ અને વિકાસના પંથે પોતાની સક્રિય ભૂમિકા ભજવતા મયુરભાઈએ સંસ્થાન તથા તમામ હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.અરૂણાચલ પ્રદેશના પ્રભારી તરીકેની આ નવી ભૂમિકા મળતાં મયુરભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને દેશના સરહદી ક્ષેત્રમાં વિકાસકાર્યો અને જનકલ્યાણની યોજનાઓને સફળ બનાવવા માટે હું મારું પૂર્ણ યોગદાન આપવા કટિબદ્ધ છું.આ નિમણૂંક બદલ સ્થાનિક સ્તરે અને વિવિધ સંગઠનો દ્વારા મયુર ભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!