DAHODGUJARATLIMKHEDA

લીમખેડા તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી:વિદ્યાર્થીઓએ મટકી ફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ કરી

તા.૦૩.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી:વિદ્યાર્થીઓએ મટકી ફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ કરી

લીમખેડા સ્થિત જાણીતી શૈક્ષણિક સંસ્થા તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પવિત્ર તહેવાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને શ્રીકૃષ્ણ જન્મના ગીતો, ભજન મંડળી અને જન્માષ્ટમી આધારિત વિશેષ ક્વિઝ (પ્રશ્નોત્તરી) સ્પર્ધામાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. સમગ્ર શાળા પરિસર કૃષ્ણભક્તિના રંગે રંગાયું હતું અને ભજનોના સૂરથી ગુંજી ઉઠ્યું હતું.આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) તથા વાણિજ્ય પ્રવાહ (કોમર્સ) ના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી મટકી ફોડ હરીફાઈ રહી હતી. ધોરણ ૧૧ અને ૧૨ ના બંને ગ્રૂપ વચ્ચે ભારે રસાકસી અને રોમાંચક હરીફાઈ જોવા મળી હતી. આ બંને ગ્રૂપના વિદ્યાર્થીઓએ આકર્ષક ડાન્સના માધ્યમથી રજૂઆત કરીને મટકી ફોડના કાર્યક્રમને ભારે સફળ અને યાદગાર બનાવ્યો હતો.શાળાના સંચાલકો અને શિક્ષકગણે વિદ્યાર્થીઓના આ સુંદર પ્રયાસ અને ઉત્સાહને બિરદાવીને સૌને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!