દાહોદ તાલુકાના ચોસાલા ખાતે આયુષ્માન કાર્ડ બનાવવાનો કેમ્પ યોજાયો

તા.૦૩.૦૯.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ તાલુકાના ચોસાલા ખાતે આયુષ્માન કાર્ડ બનાવવાનો કેમ્પ યોજાયો
PM-JAY અંતર્ગત ૨૭૨ લાભાર્થીઓને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા દાહોદ તાલુકાના ૧૩૨ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવટના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચોસાલા દ્વારા ચોસાલા ગામ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત આયુષ્માન કાર્ડ બનાવવાનો વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો હતો.કેમ્પમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે પાત્ર લાભાર્થીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાભાર્થીઓના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી સ્થળ પર જ આયુષ્માન કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત પાત્ર લાભાર્થીઓને માન્ય હોસ્પિટલોમાં નિર્ધારિત સારવાર માટે ₹૧૦ લાખ સુધીની કેશલેસ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવારનો લાભ મળી શકે છે.કેમ્પ દરમિયાન કુલ ૨૭૨ પાત્ર લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને યોજનાનો વધુમાં વધુ લાભ લેવા તેમજ પાત્ર લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ કઢાવી લેવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ચોસાલા ગામના સરપંચ સંદીપભાઈ કિશોરી તથા તાલુકા સભ્ય કલ્પેશભાઈ કિશોરી ઉપસ્થિત રહી આરોગ્ય વિભાગની કામગીરીને સહયોગ અને પ્રોત્સાહન આપ્યું હતું.કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચોસાલાના મેડિકલ ઓફિસર ડૉ. હિરલ દેસાઈ, આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ, આશા બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આયુષ્માન કાર્ડની કામગીરીના પરિણામે ગામના પાત્ર લાભાર્થીઓને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ ઉપલબ્ધ બન્યું છે અને સરકારની આરોગ્ય સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી



