લાખણી ના જસરા મુકામે આવેલ અદ્વૈત આર્ટસ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ તથા નારકોટિક્સ અને ડ્રગ્સ બાબતે લોકજાગૃતિ સેમિનાર યોજાયો.

- લાખણી ના જસરા મુકામે આવેલ અદ્વૈત આર્ટસ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ તથા નારકોટિક્સ અને ડ્રગ્સ બાબતે લોકજાગૃતિ સેમિનાર યોજાયો.

અહેવાલ કલ્પેશ બારોટ વાવ થરાદ
રાજ્ય સરકાર દ્વારા દર મહિનાના પ્રથમ બુધવારને ‘‘સાયબર જાગૃતતા દિવસ’’ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોઇ જે અનુસંધાને વાવ થરાદ જીલ્લા પોલીસ સાયબર સેલ ટીમ દ્વારા આગથળા પોલીસ સ્ટેશનના લાખણી તાલુકાના જસરા મુકામે આવેલ અદ્વૈત આર્ટસ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો. આ પ્રસંગે વાવ-થરાદ સાયબર સેલના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ લુવા નાઓએ હાલમાં સાયબર ફ્રોડના બની રહેલ બનાવો તેમજ સાયબર સિક્યુરિટી અને એન્ડ્રોઇડ મોબાઇલનો ઉપયોગ કેવી રીતે કરવો ? સાયબર ફ્રોડથી બચવા શું તકેદારી રાખવી ? સોશિયલ મિડીયાની સલામતી અને સ્ટ્રોન્ગ પાસવર્ડ બાબતે પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ બનાવોના ઉદાહરણો સાથે આગવી અદામાં સુંદર માહિતી પુરી પાડી.
તાજેતરના સમયમાં બેન્કીંગ ફ્રોડમાં ડીજીટલ એરેસ્ટ, ન્યૂડ વિડીયોકોલ ફ્રોડ, ફોરેન પાર્સલ ફ્રોડ, APK ફાઇલ ફ્રોડ, ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ, ATM સ્કેમિંગ, ગુગલ સર્ચ એન્જીન ફ્રોડ, ઓનલાઇન ગેમિંગ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપમાં કેવી રીતે ડીજીટલ સિક્યુરિટી સેટ કરવી તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.1930 વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યુ.
આ સેમિનારમાં સાયબર સલામતી ઉપરાંત વાવ-થરાદ એસઓજી શાખા દ્વારા નારકોટિક્સ અને ડ્રગ્સ અવેરનેસ સંદર્ભે PSI શ્રી પી.વી.ધોકડીયા તથા કોન્સ્ટેબલ ભરતભાઇ ચૌધરી દ્વારા વિવિધ કોઇપણ નાકોટિક્સ કે ડ્રગ્સના રવાડે નહી ચડવા અપીલ કરી જરૂરી માહિતી પુરી પાડી.
આ પ્રસંગે અદ્વૈત કોલેજના મેનેજીંગ ટ્રસ્ટ્રીશ્રી મનોજભાઇ દવે, કોલેજના પ્રોફેસર્સ તેમજ વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઇમ સેમિનારને અગાઉના તમામ કાર્યક્રમો પૈકી સૌથી શ્રેષ્ઠ અને ખૂબ જ ઉપયોગી માહિતી સભર કાર્યક્રમ ગણાવી બિરદાવેલ.
બોક્સમાંઃ
અજાણ્યા મોબાઇલ નંબરોથી આવતા કોલમાં વિશ્વાસમાં આવીને કે ભોળવાઇ જઇને નાણાંકીય લેવડદેવડ કરવી નહી.
અજાણ્યા નંબરથી આવતા વિડીયોકોલ રિસીવ કરવા નહી.
વોટ્સએપમાં આવતી APK ફાઇલ ભૂલથી ઇન્સ્ટોલ થઇ જાય તો મોબાઇલ પ્લેસ્ટોરમાંથી M-KAVACH2 એપ તાત્કાલિક ઇન્સ્ટોલ કરને મોબાઇલ ફોન સ્કેન કર્યા બાદ HIDDEN APP દર્શાવતા મેનુમાં દેખાતી અજાણી એપ્લીકેશનો રિમુવ કરીને અનઇન્સ્ટોલ કરી દેવી.
તમારા નામના કેટલા સીમકાર્ડ છે, એ માટે સંચારસાથી એપ દ્વારા ચેક કરી શકો છો.
મોબાઇલ ફોન ગુમ થાય તો CEIR પોર્ટલમાં માહિતી અપલોડ કરવાથી ગુમ થયેલ મોબાઇલમાં નવું સીમકાર્ડ એક્ટિવ થાય તો સ્ટેટસ જોઇ શકો છો.
સાયબર ફ્રોડના અવનવા બનાવોની માહિતી માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ કે ટ્વિટર દ્વારા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ નામના પેજ/ચેનલ દ્વારા વિવિધ માહિતી ઘેર બેઠાં મેળવી શકો છો.
જો કોઇની સાથે સાયબર ફ્રોડનો કોઇ બનાવ બને તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.1930 ઉપર તાત્કાલિક કોલ કરીને કમ્પ્લેન નોંધાવવી.



