ઓગડ તાલુકા ના થરામા શીતળા માતાજીના મંદિરે સાતમની શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરાઈ..
ઓગડ તાલુકા ના થરામા શીતળા માતાજીના મંદિરે સાતમની શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરાઈ..

ઓગડ તાલુકા ના થરામા શીતળા માતાજીના મંદિરે સાતમની શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરાઈ..
શ્રાવણમાસ ભક્તિ આરાધના ઉપાસનાનો સાથે સાથે તહેવાર ઉત્સવનો મહિનો પણ ગણાય છે.શ્રાવણવદ ચોથ થી શ્રાવણવદ આઠમ જન્માષ્ટમી ના તહેવારોમાં ઘરે ઘરે અવનવી વાનગી ને ઉપવાસ થકી અનોખો ઉત્સવ ઉજવાય છે.તેવીજ રીતે શીતળા સાતમ નું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઊજવવામાં આવે છે.માતા શીતળાની પૂજા અર્ચના કરી રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવાનું હોય છે.છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી હોવાથી સાતમ ના દિવસે કોઈપણ ગરમ વસ્તુ બનતી નથી. સાતમના દિવસે સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ,જળ,ચંદન, ચોખા,કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે.તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરે છે. ધાર્મિક પરંપરા મુજબ ઓગડતાલુકાના મુખ્ય મથક થરામા બીજી સપ્ટેમ્બર ૨૦૨૬ એટલે કે શીતળા સાતમના દિવસે થરા-ભાભર રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિરે પ્રાચીન પરંપરા મુજબ મહિલા ઓ માથા પર ઠંડા પાણીનો ઘડો (કુંભ) ઉપાડી માના ચરણોમાં અર્પણ કરી પોતાની માનતા (બાધા) પૂરી કરી ધન્યતા અનુભવતી હતી.
નટવર.કે.પ્રજાપતિ, થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦



