AHAVADANGGUJARAT

વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સંકલિત પશુધન આધારિત ખેતી અંગે તાલીમ કાર્યક્રમમાં ૧૨૫થી પશુપાલકો જોડાયા…

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈ અને TEC, ICAR-IVRI, પુણેના સંયુક્ત ઉપક્રમે તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વઘઈ કેમ્પસ ખાતે “આજીવિકા સહાય માટે સંકલિત પશુધન આધારિત ખેતી” વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતી સાથે પશુપાલનને સંકલિત કરી ટકાઉ આવક, રોજગારી અને આજીવિકા સુરક્ષા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી માહિતગાર કરવાનો હતો.

કાર્યક્રમના પ્રારંભે કે.વી.કે., ન.કૃ.યુ., વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. હર્ષદ એ. પ્રજાપતિએ ઉપસ્થિત મહેમાનો તથા તાલીમાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

તાલીમ દરમિયાન ICAR-ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા (IVRI), પુણેના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ડો. એસ.કે. દાસ તથા તાલીમ અને શિક્ષણ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. અમોલ કે. ભાલેરાવ સહિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતોએ દેશી ગાયનું મહત્વ, આદર્શ પશુપાલન, મરઘાં પાલન, બકરા પાલન અને પ્રાકૃતિક ખેતી સહિતના વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ડો. સાગર એ. પટેલ, વૈજ્ઞાનિક (પશુપાલન), કે.વી.કે., વઘઈ દ્વારા પશુપાલન વ્યવસ્થાપન, પશુ આરોગ્ય તથા દૂધ ઉત્પાદન વધારવા અંગે ખેડૂતોને ઉપયોગી વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી. જ્યારે ડો. પ્રતિક પી. જવિયા દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

તાલીમ કાર્યક્રમ થકી પશુપાલકોને સંકલિત ખેતી પદ્ધતિ અપનાવી પરિવારની આવકમાં વધારો કરવા તથા ટકાઉ આજીવિકા તરફ આગળ વધવા માટે વ્યવહારુ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળ્યું હતું. કાર્યક્રમમાં ૧૨૫થી વધુ પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લીધોહતો. અંતે ડો. જેની એચ. લાલવાણીએ આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!