GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:​“જય કનૈયા લાલ કી”: ટંકારા તાલુકાના વિરપર ગામે નવા અને જૂના ગામમાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી

 

TANKARA:​“જય કનૈયા લાલ કી”: ટંકારા તાલુકાના વિરપર ગામે નવા અને જૂના ગામમાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી

 

મોરબી તાલુકાના વિરપર ગામે જન્માષ્ટમીના પવિત્ર પર્વની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે કાન્હાની ભવ્ય શોભાયાત્રા, રાસ-ગરબા અને મટકી ફોડ જેવા વિવિધ ભક્તિમય કાર્યક્રમો યોજાતાં સમગ્ર ગામ કૃષ્ણભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

શોભાયાત્રાનો પ્રારંભ: નવા ગામના શિવ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, જે ગામના વિવિધ માર્ગો પર ફરીને જૂના ગામ સુધી પહોંચી હતી.

ગગનભેદી જયઘોષ: યાત્રા દરમિયાન “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” અને “હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી”ના નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

મટકી ફોડ અને રાસ-ગરબા: નવા ગામ અને જૂના ગામના રામજી મંદિર ખાતે મટકી ફોડના ઉત્સાહવર્ધક કાર્યક્રમો યોજાયા હતા. ડીજેના તાલ અને ભક્તિગીતો વચ્ચે ગ્રામજનો તથા યુવાનો રાસ-ગરબાની રમઝટમાં ઝૂમી ઊઠ્યા હતા.

બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ગ્રામજનોએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભક્તિ, આનંદ અને ઉત્સાહના આ ત્રિવેણી સંગમથી વિરપર ગામમાં સાક્ષાત વૃંદાવન ઉતરી આવ્યું હોય તેવો અદ્ભુત માહોલ સર્જાયો હતો.

Back to top button
error: Content is protected !!