GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી’નમો કમલમ’ના ભવ્ય ઉદ્ઘાટનની તૈયારીઓને આખરી ઓપ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૮ સપ્ટેમ્બરે નવસારીમાં ઉદ્ઘાટન; ભાજપના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

આગામી ૮ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી ખાતે નવનિર્મિત ‘નમો કમલમ’ ભાજપ જિલ્લા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન યોજાનાર છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમને લઈને નવસારી ભાજપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં વડાપ્રધાનના આગમનને લઈને કાર્યક્રમની વિવિધ વ્યવસ્થાઓ, આયોજન અને તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે ભાજપના આગેવાનો તથા કાર્યકરો દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના હેતુથી લાભાર્થીઓને ટોકન સ્વરૂપે સ્ટેનલેસ સ્ટીલની લારી અર્પણ કરવામાં આવી હતી. જિલ્લામાં ઓળખાયેલા અન્ય લાભાર્થીઓને પણ આગામી દિવસોમાં તબક્કાવાર સ્ટેનલેસ સ્ટીલની લારીઓ આપવામાં આવશે.

જરૂરિયાતમંદ લોકોને સ્વરોજગારની તક ઉપલબ્ધ કરાવી તેમને આત્મનિર્ભર બનાવવાના હેતુથી હાથ ધરાયેલી આ પહેલને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ‘નમો કમલમ’ના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને નવસારી જિલ્લામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!