સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી.

સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ
શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી.
અમીન કોઠારી. મહીસાગર
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન પ્રોહી/જુગારની પ્રવુતીઓ નેસ્ત-નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર એમ.કે.ખાંટ સુચના અને માર્ગદર્શન હેઠળ. એલ.સી.બી. સ્ટાફના માણસો પ્રોહિ/જુગારના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. કલ્પેશભાઈ અરવિંદભાઇ તથા અ.પો.કો ગીરીશકુમાર માનસીંગભાઇ નાઓની સંયુક્ત બાતમીના આધારે સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં સાંગાવાડા ગામે મુકેશભાઇ ડામોરના મકાનની બહાર ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા ૧૦ આરોપીઓને રોકડ રૂ. ૫૦,૧૫૦/- તથા ૮ મોબાઇલ તેમજ ૪ વાહન એમ કૂલ મુદ્દામાલ રૂ. ૫,૪૦,૧૫૦/- સાથે ઝડપી પાડી સંતરામપુર પોસ્ટે ખાતે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સંતરામપુર પોલીસ સ્ટેશન
પકડાયેલ આરોપીઓ-

(૧) પરમાર સંજયકુમાર પ્રેમચંદ રહે, જુની ટોકીઝની પાછળ સંતરામપુર, તા.સંતરામપુર જી.મહીસાગર (૨) હસમુખભાઇ દીતાભાઇ તાવીયાડ રહે, ખડોદરા તા-સંતરામપુર જી.મહીસાગર (૩) પ્રફુલભાઇ બાબુભાઇ ચંદાણા રહે.નાના નટવા તા. સંતરામપુર જી.મહીસાગર (૪) દિપકકુમાર મહેંદ્રભાઇ લુહાર રહે. નવી વસાહત નરસીંગપુર તા. સંતરામપુર જી- મહીસાગર (૫) રોહીતકુમાર જયંતિભાઇ ડીંડોર રહે. પ્રતાપપુરા સંતરામપુર જી- મહીસાગર (૬) હેમાંગકુમાર જીતુભાઇ મહેતા રહે-ગુરુકૃપા સોસાયટી સંતરામપુર (૭) કિશનભાઈ માનસીંગભાઇ ચંદાણા રહે- જુની ટોકીઝ સંતરામપુર, તા.સંતરામપુર જી.મહીસાગર (૮) તેજનભાઇ નિલેશભાઇ દોશી રહે- ઢાલા બજાર સંતરામપુર, તા.સંતરામપુર જી.મહીસાગર (૯) અંકૂરભાઇ રમણભાઇ પ્રજાપતી રહે- સત્યપ્રકાશ સોસાયટી સંતરામપુર, તા.સંતરામપુર જી.મહીસાગર (૧૦) મુકેશભાઇ સુરશીંગભાઇ ડામોર રહે- સત્યપ્રકાશ સોસાયટી સંતરામપુર, તા.સંતરામપુર જી.મહીસાગર



