
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ : ખેરગામની જ્ઞાનધામ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓએ શ્રીકૃષ્ણ, રાધા તથા ગોવાળિયાના વેશ ધારણ કરી સૌનું મન મોહી લીધું હતું.બાળકોએ પરંપરાગત પોશાક પહેરી શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને સુંદર રીતે રજૂ કર્યું હતું. શાળામાં મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ જન્માષ્ટમીની ઉજવણીને યાદગાર બનાવી હતી.આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શાળાનું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.



