
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ : તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ખેરગામની જ્ઞાનધામ વિદ્યાલય ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિન નિમિત્તે શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગખંડમાં શિક્ષણકાર્ય કરાવ્યું હતું. વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવી શિક્ષકના કાર્ય અને જવાબદારીનો અનુભવ કર્યો હતો.કાર્યક્રમ દરમિયાન શિક્ષક દિનના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. શાળાના આચાર્ય જીતેશભાઈ પટેલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા શિક્ષક દિન વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે શાળાના સમસ્ત ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહના માહોલમાં યોજાયો હતો.



