GUJARATSAGBARA

પવિત્ર શ્રાવણ માસમાં કોકોમો ચુલિયા હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ

અતૂટ જળધારા અને શિવલિંગના અભિષેકનું અનોખું રહસ્ય, દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા

 

 

પવિત્ર શ્રાવણ માસમાં કોકોમો ચુલિયા હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ

 

અતૂટ જળધારા અને શિવલિંગના અભિષેકનું અનોખું રહસ્ય, દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

દેડિયાપાડા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કોકોમો ગામે આવેલું પૌરાણિક અને અતિ પવિત્ર હનુમાનજીનું મંદિર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સ્થાનિકોમાં આ મંદિર “ચુલિયા હનુમાનજી” તરીકે પણ પ્રસિદ્ધ છે.

 

શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં અહીં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે અવરજવર જોવા મળી રહી છે અને સમગ્ર વાતાવરણ *“જય હનુમાન”*ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.

 

સ્થાનિક માન્યતા મુજબ આ પવિત્ર સ્થળે અતૂટ જળધારા દ્વારા શિવલિંગ પર સતત જળાભિષેક થતો રહે છે, જેને લઈને ભક્તોમાં વિશેષ આસ્થા જોવા મળે છે. ભક્તો પોતાની મનોકામનાઓ અને શ્રદ્ધા સાથે અહીં આવી ભગવાનના દર્શન કરી પ્રાર્થના કરે છે.

 

મંદિરના ટ્રસ્ટી શંકરભાઈના જણાવ્યા મુજબ, આ સ્થળ પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધા છે અને લોકો પોતાની વિવિધ માન્યતાઓ સાથે અહીં આવે છે. સ્થાનિક પરંપરા અને ભક્તોની માન્યતા અનુસાર ભગવાન પ્રત્યેની સાચી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવેલી પ્રાર્થનાઓ ફળદાયી બને છે.

 

પવિત્ર શ્રાવણ માસમાં કોકોમોનું ચુલિયા હનુમાનજી મંદિર આજે માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ નર્મદા જિલ્લાના મહત્વપૂર્ણ પૌરાણિક અને શ્રદ્ધાના ધામ તરીકે પણ વિશે

ષ ઓળખ ધરાવે છે.

Back to top button
error: Content is protected !!