BHUJKUTCH

સેડાતા ખાતે ભુજ તાલુકા પ્રા.શિક્ષક સમાજની કારોબારીમાં આગામી ૩ વર્ષ માટે પ્રમુખ અને મહામંત્રીની વરણી કરાઈ.

૨૨-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- ભુજ તાલુકાના સેડાતા ખાતે ભુજ તાલુકા પ્રા.શિક્ષક સમાજની કારોબારીમાં આગામી ૩ વર્ષ માટે પ્રમુખ તરીકે ઘનશ્યામસિંહ જાડેજા અને મહામંત્રી તરીકે મેહુલભાઈ જોશી ની પુનઃ વરણી કરાઈ. સેડાતા મુકામે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજની કારોબારી બેઠક મળી હતી. જેમાં આગામી વર્ષ ૨૦૨૩-૨૫ માટે તાલુકા પ્રમુખ તરીકે ઘનશ્યામસિંહ જાડેજા અને મહામંત્રી તરીકે મેહુલભાઈ જોશીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. કારોબારી બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘ ના રાષ્ટ્રીય સલાહકાર ધીરજ ઠક્કરએ કારોબારીની પ્રક્રિયા હાથ ધરીને પ્રમુખ અને મહામંત્રીની વરણીની કામગીરી પાર પાડી હતી. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ ના પ્રમુખ શ્રી નયન સિંહ જાડેજા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, રાજ્ય મહિલા મંત્રી વિલાસબા જાડેજા, જિલ્લા કોષાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ જાડેજા, સિનિયર ઉપપ્રમુખ જીતુભાઈ ઠક્કર, સિનિયર મંત્રી રશ્મિભાઈ ઠક્કર તેમજ હાજર સૌ પ્રતિનિધિઓ ની હાજરીમાં ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ ના કાર્યાધ્યક્ષ તરીકે ગણેશભાઈ કોળી તેમજ કોષાધ્યક્ષ તરીકે કાંતિભાઈ સુથારની વરણી પણ કરવામાં આવી હતી. ભુજ તાલુકા મહિલા સમિતી ના અધ્યક્ષ તરીકે શ્રી વિલાસબા જાડેજા ની પણ વરણી નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રી દ્વારા કરવામાં આવી હતી. ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શ્રી મિતેશભાઈ પીઠડીયા નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કેરા ભારાપર ગ્રુપના નવા વરાયેલા પ્રતિનિધિઓ ગોરધનભાઈ વાઘેલા, હાર્દિક ભાઈ ત્રિપાઠી, લક્ષમણ ભાઈ પંડ્યા, મનોજભાઈ ચૌહાણ, જગદીશભાઈ બારીયા તરફથી ભોજન ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. કેરા તથા ભારાપર ના સૌ શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!