HALOLPANCHMAHAL

હાલોલ ટાઉન પોલીસે સતી તલાવડી ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો,એક ખેપિયાની અટકાયત.

તા.૨૭.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ટાઉન પોલીસ મથકની ટીમ નિત્યક્રમ મુજબ નગરમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે હાલોલ નગરનાં સતી તલાવડી ખાતે રહેતો રવિકુમાર બળવંતસિંહ ચોહાણ વિદેશી દારૂનો જથ્થો મંગાવી ધધો કરે છે જે બાતમીના આધારે પોલીસે સતી તલાવડી ખાતે રવીકુમાર નાં ઘરે છાપો મારી તપાસ કરતા ઘરના રસોડામાં મુકેલ મીનિયાનો થેલો મળી આવતા થેલામાં તપાસ કરતા પોલીસને ભારતીય બનાવટનાં વિદેશી દારૂના કવાટરીયા નંગ ૯૬ જેની કિંમત રૂ.૯૬૦૦/- નો મુદ્દામાલ મળી આવતા પોલીસે રવીકુમાર બળવંતસિંહ ચોહાણ ની અટકાયત કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!