શ્રી ગઢ કેળવણી મંડળ,ગઢ સંચાલીત પેથાણી વિદ્યાસંકુલ ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામા આવી
31 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજ રોજ પેથાણી વિદ્યાસંકુલમાં 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં મંડળના પૂર્વ મંત્રીશ્રી દેવાભાઈ જે. સાળવીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાલમંદિર થી 12 સુધીના તમામ બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. છેલ્લે ચાલુ વર્ષના બેસ્ટ સ્ટુડન્ટ અને બેસ્ટ ટીચર અને વિશિષ્ટ સિદ્ધિ એવોર્ડ આપી શિક્ષકો અને બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના દાતા બિલ્ડીંગ કોન્ટ્રાકટર શ્રી મગનભાઈ આર. પ્રજાપતિ હતા. આ પર્વમાં શ્રી ગઢ કેળવણી મંડળના પ્રમુખશ્રી ખોડીદાસ પટેલ -મંત્રીશ્રી રૂપસિંહભાઈ ચૌહાણ, કારોબારી-સલાહકાર સભ્યો, સંસ્થાના નિયામકશ્રી સુનિલ સાળવી , તમામ વિભાગના આચાર્યશ્રી, તમામ સ્ટાફમિત્રો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.