SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણમાં એસટીપીના પાણી છ થી વધુ છાત્રાલય સુધી પહોંચતા રોગચાળાનો ભય

તા.19/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણ મૂળચંદ રોડ પર પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ આવેલો છે ત્યારે આ પ્લાન્ટમાંથી છોડાતા ગંદા અને દૂષિત પાણી અંદાજે 6 થી વધુ શૈક્ષણિક છાત્રાલય આજુબાજુ ફેલાતા વિદ્યાર્થીઓમાં રોગચાળાનો ભય ફેલાયો છે આ ગંદા પાણીથી કારખાનાના મજુરો તેમજ વિસ્તારના રહિશોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રાવ ફરીયાદ ઉઠી છે વઢવાણ શહેરના મૂળચંદ રોડ પર રેસીડન્ટ કોલેજ, પોલીટેકનીકલ, સરસ્વતી વિદ્યાલય સંકુલ, લેઆઉ પટેલ શિક્ષણ સંકુલ, સરિત પ્રાથમિક શાળા, સિધ્ધાર્થ કેળવણી શાળા, મોંઘીબેન કન્યા છાત્રાલય સહિત 6 થી વધુ શૈક્ષણિક છાત્રાલયો આવેલી છે પરંતુ ગંદા તેમજ નદીના ગંદા પાણીને વઢવાણ મૂળચંદ રોડ પર આવેલા એસટીપી પ્લાન્ટમાં ભૂર્ગભ ગટર દ્વારા લાવવામાં આવે છે ત્યારબાદ તેના ઝ્હોળા અને ગંદા પાણીનો નિકાલ ખૂલ્લી જગ્યાઓમાં કરવામાં આવી રહ્યા છે અને આ પાણી શૈક્ષણિક છાત્રાલયો, સંકુલોની આજુબાજુ ફરી વાળતા મચ્છરો, જીવ જંતુઓ દિવસે દિવસે વધી રહ્યા છે આ ઉપરાંત ગંદકી અને તીવ્ર દૂર્ગંધથી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓને રોગચાળાનો ભય ફેલાયો છે આ ઉપરાંત આ વિસ્તારમાં રહેણાંક મકાનો અને કારખાનાઓ પણ આવેલા હોવાથી આવા પાણીના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરતા હોવાની રાવ ઉઠી હતી આ અંગે વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓ અને રહિશોએ જણાવ્યું કે, આવા પાણી છેલ્લા 2 વર્ષથી છોડવામાં આવે છે પરંતુ ભૂંગળા નાંખીને જો આવા પાણીનો નિકાલ થાય તો લોકોના આરોગ્યનું જોખમ અટકે પ્લાન્ટથી અંદાજે 2 કિમી સુધી ખૂલ્લી જગ્યામાં કરવામાં આવતા આવા દૂષિત પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં માગ ઉઠી હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!