LUNAWADAMAHISAGAR

લુણાવાડા ખાતે સંયુક્ત ખેતી નિયામક કચેરી વડોદરાના અધિકારીઓ દ્રારા પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

લુણાવાડા ખાતે સંયુક્ત ખેતી નિયામક કચેરી વડોદરાના અધિકારીઓ દ્રારા પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી

લાંબા ગાળાની હરિયાળી ક્રાંતિ અને રાસાયણિક ખેતીથી આજે ખેડૂતોની જમીન બગડી ગઈ છે પાકો, બિયારણો, પાણી વગેરે પ્રદૂષિત થઈ ગયા છે, અને અનાજની ગુણવત્તા બગડી છે ખોરાકમાં ઝેરી તત્વનું પ્રમાણ વધ્યું છે. જમીનની ફળદ્રુપતા લગભગ નહિવત થઈ ગઈ છે,એટલે ખેતીમાં પાક ઉત્પાદન ઉપર ખૂબ વિપરીત અસર પડી રહેલી છે

તે માટે વડાપ્રધાન દ્વારા આહવાન કરવામાં આવ્યુ છે કે, ઓછામાં ઓછા 75 ખેડૂતો ગ્રામ પંચાયત માંથી પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ગાય આધારિત ખેતી કરીને એમની જમીનની ફળદ્રુપતા પાછી લાવે જેથી અનાજની ગુણવત્તા ઉત્તમ થાય તેમજ લોકોનું આરોગ્ય અને તંદુરસ્તી પણ જળવાઇ આ જ હેતુથી 75 ખેડૂતોને ગ્રામ પંચાયત અંતર્ગત તાલીમનું આયોજન સંયુક્ત ખેતી નિયામક વડોદરા ઝોન દ્વારા મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના ટીંબા ગામે કરેલું હતું .જેમાં સંયુક્ત ખેતી નિયામકની કચેરીમાંથી આવેલા નાયબ ખેતી નિયામક  સમિતભાઈ પટેલ તેમજ  કે.કે. પટેલ જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર અને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર ઉપસ્થિત રહ્યા હતા

જેમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી. આ તાલીમમાં ગાય આધારિત ખેતીના પાંચ આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, વાપ્સા ની માહિતી ખેડૂતોને વિસ્તાર પૂર્વક આપી હતી અને જીવામૃત બનાવવા માટેનું નિદર્શન બતાવીને તેના ઉપયોગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રમાણે ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા માં વધારો થશે અને રાસાયણિક ખાતરોનો ખર્ચો ઓછો થશે તેમ જ વનસ્પતિ આધારક કીટકનાશક તેમજ અન્ય પેસ્ટ કંટ્રોલ માટે વિવિધ પ્રકારની વનસ્પતિ જન્ય બનાવટો જેવી કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્ર વગેરે વિશે સમજ આપી હતી. જેથી ખેડૂતોને પેસ્ટી સાઇડનો ઉપયોગ ઓછો કરવો પડે અને એનો ખર્ચો પણ બચી જાય તેમજ પાણી અને પર્યાવરણનો પણ બચાવ થાય. તાલીમનો મુખ્ય ઉદ્દેશ આવનાર સમયમાં ઓછામાં ઓછા ૭૫ ખેડૂતો ગ્રામ પંચાયત દીઠ પ્રાકૃતિક ખેતી કરે અને દેશમાં અને વિશ્વમાં ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે મોડેલ બને એ હતો.

પ્રાકૃતિક ખેતીમાં માત્ર દેશી ગાયના ગોબર,ગૈામુત્રની અને અન્ય પ્રાકૃતિક પેદાશોની જ બનાવટનો ઉપયોગ કરાય છે,જેના લીધે જમીનની ફળદ્રુપતા વધે છે અને ગામડાથી શહેર તરફ મુકીનું સ્થાનાંતરણ ન માત્ર બંધ થાય છે પરંતુ શહેર માંથી ગામડા તરફ મુડીનો નિવેશ પણ શકય બને છે. આમ,ગામ તથા ખેડુતની જમીનની ફળદ્રુપતા સાથે સાથે આર્થિક સમૃધ્ધતામાં પણ વધારો થશે, અંતે નિરોગી,સ્વનિર્ભર ભારતનું સપનું સાકાર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!