GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

સામાન્ય નાગરિકને ઝટકો અમુલ દુધના ભાવમાં વધારો કરાયો

નવા નાણાકિય વર્ષના પહેલા જ દિવસે સામાન્ય નાગરિકને ઝટકો લાગે એવા સમાચાર મળી રહ્યા છે. આજથી અમુલ દુધના ભાવમાં વધારો કરાયો છે. પ્રતિ લીટર 1 થી 2 રૂપિયાનો વધારો કરાયો છે. 6 માસમાં બીજી વખત અમુલ દૂધ દ્રારા વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા, આણંદ સહિત તમામ જિલ્લામાં ભાવ વધારો લાગુ થશે.

સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે તેને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો થયો છે. અમૂલે દૂધની કિંમતમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે.

દેશભરની જાણીતી ડેરી અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે સામાન્ય માણસનું બજેટ બગડી શકે છે. કંપનીએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. અમૂલે બજારમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલે છેલ્લા છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કર્યો છે.

અમૂલ દુધની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું દુધ, બફેલોના દુધ સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારો સમગ્ર રાજ્યમાં આજથી જ લાગુ કરવામાં આવ્યો છે.

આજથી નવો ભાવ લાગુ

બ્રાન્ડ જૂનો ભાવ (રૂ. / 500 મિલી) નવો ભાવ (રૂ. / 500 મિલી)
અમૂલ ગોલ્ડ (500 મિલી) 31 32
અમૂલ શક્તિ (500 મિલી) 28 29
અમૂલ ગાય (500 મિલી) 26 27
અમૂલ તાઝા (500 મિલી) 25 26
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 22 23

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!