MEHSANAMEHSANA CITY / TALUKO

કુતરા પાળવાના શોખીન સાવધાન, કુતરાની લાળને લીધે હાઇડેટીડ સિસ્ટની ગંભીર બીમારીની શક્યતા

કુતરા પાળવાના શોખીન લોકોએ સાવધાન થઇ જવાની જરૂર છે.  આ સમાચાર જાણ્યા બાદ કદાચ આપ પણ કુતરા પાળતા અચકાશો. મહેસાણાના વિસનગરના કમાણા ગામના એક વ્યક્તિને કૂતરા પાળવાને કારણે હાઇડેટીડ ડિસીઝ ઓફ લીવર – એટલે કે લીવરમાં ગાંઠની સમસ્યા ઉભી થઇ અને આખરે ઓપરેશન કરાવવાની  સ્થિતિ ઉભી થઇ હતી.

લાખોમાં એકાદ વ્યક્તિને થતી કુતરાની લાળને લીધે થતી હાઇડેટીડ સિસ્ટ(Hydatid Cyst)ની ગંભીર બીમારી અંદાજિત એક લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચની સર્જરી  વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

વિસનગરના કમાણા ગામના 45 વર્ષીય ચાવડા અશોકભાઇ હરગોવનભાઇને પેટમા સખત દુ:ખાવો, ઉલટી, ઉબકા જેવી ફરિયાદો સાથે સર્જરી વિભાગમાં બતાવવા માટે નૂતન જનરલ હોસ્પિટલમાં ગયા હતા. દર્દીને તપાસતા અને ગંભીરતા જણાતા સર્જરી વિભાગના વડા ડૉ.કે.જી. પટેલ, ખ્યાતનામ સર્વે ડૉક્ટરોની ટીમ દ્વારા જરૂરી રિપોર્ટ, સીટી સ્કેન કરાવી લાખોમા એકાદ વ્યક્તિને થતી કુતરાની લાળને લીધે હાઇડેટીડ સિસ્ટ(Hydatid Cyst)ની ગંભીર બીમારીનું નિદાન કરવામાં આવ્યું, જેમાં લીવરમાં 87x52x72 mmની મોટી ગાંઠ થઇ ગઈ હતી, જેને ઓપરેશન કરીને દૂર કરવામાં આવી હતી.

દર્દી અશોકભાઇ કુતરાને ખોરાક ખવડાવતા, દૂધ પીવડાવતા અને લાડ લડાવી માવજત કરતાં તે દરમિયાન ધીરે ધીરે તેમના પેટમાં કુતરાના લારવા પહોચવાના શરૂ થયા અને લીવરમા ગંભીર બીમારી થઇ અને ગાંઠ બની.

વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં સર્જરી વિભાગના નિષ્ણાંત સર્જન ડૉક્ટર્સની ટીમ દ્વારા 3 કલાક સુધી જટિલ અને જોખમી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી ગાંઠ દૂર કરી દર્દીનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!