KUTCHMUNDRA

અદાણી ફાઉન્ડેશનના સહયોગથી મુંદ્રાના ખેડૂતો માટે ઘરના આંગણે તૈયાર બજાર

૩૦-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ગ્રાહકોને શુદ્ધ પ્રાકૃતિક ખેત ઉત્પાદનો વ્યાજબી ભાવે ઉપલબ્ધ

મુન્દ્રા કચ્છ :- અદાણી ફાઉન્ડેશનના સહયોગ અને માર્ગદર્શનથી મુંદ્રાના ખેડૂતોને ઘરે બેઠા બજાર મળી ગયું છે. ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાના હેતુથી ફળો અને શાકભાજીના વેચાણર્થે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શ્રીરાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી હેઠળ તાજા ખેત ઉત્પાદનોનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને ખેતી માટે ટેકનિક અને સલાહની સાથો-સાથ તૈયાર બજાર પણ ઉપલબ્ધ છે. આ પ્રસંગે મુદ્રાના અગ્રણીઓ સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.નવતર વ્યવસ્થાથી ખેડૂતોને વચેટીયાઓ તેમજ માલસામાનના ટ્રાન્સપોર્ટ ખર્ચમાંથી પણ મુક્તિ મળી છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત મુંદ્રા નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમારે ખેડૂતોને અભિનંદન આપતા નગરપાલિકા તરફથી પુરતા સહકારની ખાતરી આપી હતી. કારોબારી ચેરમેન ડાહ્યાભાઈ આહિર તથા પ્રણવભાઈ જોશીએ ખેડૂતોના અભિગમ અને સાહસને બિરદાવતા ગ્રાહકોને સંતોષકારક શાકભાજી અને ફળો વ્યાજબી ભાવે મળી રહેશે તેવી નેમ વ્યક્ત કરી હતી.વેચાણ કેન્દ્રની નવી વ્યવસ્થાથી ખેડૂતો સીધા માર્કેટિંગ સાથે જોડાઈ શકશે તેઓને તૈયાર બજાર સહિત અનેક વિકલ્પો મળશે. બજાર ખર્ચ ઘટતા ઉપજનો વધુ સારો ભાવ મળી શકશે. આ વ્યવસ્થાથી ખેડૂતોની સાથે ગ્રાહકોને પણ ફાયદો થશે. ગ્રાહકો કિફાયતી ભાવે પ્રાકૃતિક ખેતપેદાશોની સીધી ખરીદી કરી શકશે. જેમાં કેમીકલયુક્ત દવાઓ કે ભેળસેળનો ભય રહેતો નથી.વેચાણ કેન્દ્ર ખાતે ખેડૂતોને પૂરતી સુરક્ષા આપવામાં આવશે અને અસરકારક વિવાદ નિવારણ પણ ઉપલબ્ધ કરાવાશે. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર -સાડાઉના મુખ્ય વૈજ્ઞાનિક ટાંક સાહેબે ખેડૂતોને અભિનંદન આપતા સામૂહિક વેચાણ વ્યવસ્થાને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ગણાવી હતી.અદાણી ફાઉન્ડેશન સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે “અમો ઘણાં સમયથી આ ઘડીની રાહ જોતાં હતા કે ખેડૂતો તેમના ઉત્પાદનો પોતે વેચાણ કરી પોતાના માલના મબલખ પૈસા ગણાતા હોય“. ભારતમાં કૃષિ પેદાશોના ઉત્પાદનમાં સરપ્લસ (ફાજલ)ની સ્થિતિ છે, પરંતુ સ્ટોરેજ અને નિકાસમાં રોકાણનો અભાવ હોવાથી ખેડૂતો ઉપજનું યોગ્ય વળતર મેળવી શકતા નથી. એવામાં જ્યારે ઝડપથી નાશ પામે તેવી કૃષિ પેદાશોનું સમયસર વેચાણ ન થાય ત્યારે તેમને નુકસાન વેઠવાનો વારો આવે છે. આ નવતર સુવિધાથી ઉત્પાદનની બરબાદીની સાથોસાથ આર્થિક નુકશાન થતું અટકાવી શકાશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!