GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ગુજરાતના 18 પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિ પોલીસચંદ્રક

પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ગુજરાતના 18 પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિ પોલીસચંદ્રક જાહેર કરવામાં આવ્યા છે. વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ બે અધિકારીઓને જાહેર કરવામાં આવ્યા છે.

પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ માટે 16 અધિકારીઓના નામ જાહેર કરાયા છે. SRP નડીઆદમાં DYSP શશીભૂશન શાહ તેમજ ભરૂચના ASI પ્રદીપ મોઘેને વિશિષ્ટ મેડલ એનાયત કરવામાં આવશે. વિશિષ્ટ સેવામાં અમદાવાદ રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહ તેમજ ટ્રાફિક JCP નરેન્દ્ર ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.ગાંધીનગરના IPS રાઘવેન્દ્ર વત્સ સહિત જૂનાગઢ DYSP ભગિરથસિંહ ગોહિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

વડોદરા SRP DYSP કિરીટ ચૌધરી સને ભમરાજી જાટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. PSI દિલીપસિંહ ઠાકોર, અલ્તાફખાન પઠાણ, કમલેશસિંહ ચાવડા, શૈલેષ પટેલ, યોગેન્દ્રસિંહ રાઠોડનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

ASI શૈલેષ દુબે, જલુભાઈ દેસાઈ, જયેશ પટેલ, અભેસિંગ રાઠવા, સુખદેવ ડોડીયાનું નામ જાહેર પોલીસ ચંદ્ર્ક માટે જાહેર કરવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!