જાફરાબાદ રમઝાન ઈદની ભવ્ય ઉજવણી :
રિપોર્ટર કિશોર સોલંકી જાફરાબાદ
જાફરાબાદ રમઝાન ઈદની ભવ્ય ઉજવણી : જાફરાબાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા ભાઈચારા સાથે નમાઝ અદા કરી
આજે રમઝાન ઇદ ની સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની મુબારકબાદી એકબીજા સાથે ફોન ઉપર ઈદની મુબારકબાદી પાઠવી હતી તેમજ એકબીજાને ગળે મળીને ઈદની ઉજવણી કરવામાં આવી હતી અને ભાઈચારા સાથે નમાઝ અદા કરી હતી દેશમાં અમન અને શાંતિ જળવાઈ રહે તેવી દુવાઓ સાથે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હિન્દુ – મુસ્લિમ સાથે મોં મીઠાં કરવામાં આવ્યા હતા કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં રમઝાન ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા જુદી જુદી મસ્જીદોમાં રમઝાન ઈદની પવિત્ર નમાઝ અદા કરવામાં આવી હતી આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમાઝ બાદ હિન્દુ – મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને લોકોએ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે કોમી એકતા અને ભાઇચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર ભાચક્ન સાહેબ તેમજ ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો