AMRELI CITY / TALUKORAJULA

રાજુલા | પટવા ગામમાં પ્રવેશોત્સવ-2026ની ઉજવણી, બાલવાટિકાના બાળકોને અપાયો શાળામાં પ્રવેશ 🚨

અનેક મહાનુભાવો એ આપી હાજરી

યોગેશ કાનાબાર રાજુલા

🚨 રાજુલા | પટવા ગામમાં પ્રવેશોત્સવ-2026ની ઉજવણી, બાલવાટિકાના બાળકોને અપાયો શાળામાં પ્રવેશ 🚨

રાજુલા: રાજુલા તાલુકાના પટવા ગામની પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકાના બાળકોને મહાનુભાવોના હસ્તે શાળામાં પ્રવેશ અપાયો હતો. આ સાથે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિલીપભાઈ જોષી, રાજુલા તાલુકા શિક્ષણ વિભાગના TPO સુમરા સાહેબ, કાર્યક્રમના ઇન્ચાર્જ મનીષભાઈ વાઘેલા, પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના PSI જાડેજા સાહેબ, નિવૃત્ત આચાર્ય ડાભી સાહેબ, પટવા ગામના સરપંચ નિલેશભાઈ ગુજરીયા, ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે દિલીપભાઈ જોષીએ જણાવ્યું હતું કે, વર્ષ 2003માં તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનના પરિણામે આજે રાજ્યમાં લગભગ 100 ટકા બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. તેમણે પ્રવેશોત્સવ શરૂ કરવા પાછળનો હેતુ અને શિક્ષણના વ્યાપ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 1998 પહેલાં દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક બાળકો શિક્ષણથી વંચિત રહેતા હતા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર તથા રાજુલા વિધાનસભાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીના પ્રયાસોથી ગામોગામ નવી શાળાઓનું નિર્માણ, પૂરતા શિક્ષક સ્ટાફની વ્યવસ્થા અને શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થતાં દરિયાઈ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે.

કાર્યક્રમને સફળ બનાવવા પટવા ગામના સરપંચ નિલેશભાઈ ગુજરીયા, ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

યોગેશ કાનાબાર રાજુલા

Back to top button
error: Content is protected !!