સલડી સેવા સહકારી મંડળી.ની ૧૦મી વાર્ષીક સાધારણ સભા મળી
રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ લીલીયા મોટા
સલડી સેવા સહકારી મંડળી.ની ૧૦મી વાર્ષીક સાધારણ સભા મળી
લીલીયા તાલુકા ના સલડી ગામે સલડી સેવા સ.મ.લી.ની ૧૦મી વાર્ષીક સાધારણ સભા સલડી મુકામે એમ.એમ.યાજ્ઞીક હાઈસ્કુલ ના સભાખંડ માં મળેલ જેમાં મંડળીના મંત્રી ધર્મેશભાઈ દેસાઈ દ્વારા વાર્ષીક હીસાબો રજુ કરેલ જેમાં મંડળીએ ૫.૮૦ લાખ જેવો માતબાર નફો કરેલ મંડળીના સભાસદોને ૮% ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ તેમજ સભાસદોને આકર્ષક ગીફટ આપવાની જાહેરાત મંડળી તરફથી કરવામાં આવેલ આ તકે અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેલ અને તેમણે આ બેંકના ચેરમેન દિલીપભાઈ સંધાણીના નેતૃત્વમાં આ બેંકની અને જીલ્લાની સહકારી સંસ્થાઓની કામગીરી અને પ્રગતી વીશે. માહીતી આપેલ અને બેંકના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ.કોઠીયા પણ ખાસ ઉપસ્થિત રહેલ અને તેમણે પોતાની આગવી શૈલીમાં આ બેંકની કામગીરી અને સહકારી પ્રવુતિ દ્વારા માનવીય વીકાસ ની વાત અને આઘ્યાત્મીકતા થી સ્વ.ના અને સમાજના વીકાસ માં સહકારી પ્રવુતિ વિશે આગવિશૈલીમાં વાત રજુ કરેલ તેમજ બેંકના લોન સેકશનના મેનેજર શૈલેષભાઈ કથીરિયાએ પણ બેંકની વીવીધ લોન વીશે વાત કરેલ આ તકે લીલીયા તાલુકા મામલતદાર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેલ અને તેમણે ખેડુતો ને મામલતદાર ઓફીસના કોઈપણ કામ અંગે પોતે ખેડુતોની સાથે છે.તેવી વાત રજુ કરેલ આ તકે તાલુકા વિકાસ અધીકારી,અને તાલુકા ખેતીવાડી અધિકારી માલવીયા એ પણ સરકાર ની ખેતીવાડી ને લગતી યોજનાઓ વિશે માહીતી આપેલ આ તકે અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના લીલીયા તાલુકાના સીનીયર ઓફીસર મનીષભાઈ ધાનાણી, લીલીયા શાખાના બ્રાન્ચ મેનેજર જીતુભાઈ વધાસીયા અને તમામ સ્ટાફ હાજર રહેલ અને બેંકની વીવીધ ધીરાણ, વસુલાત અને સરકારશ્રી ની વીવીધ કલ્યાણકારી સામાજીક સુરક્ષા યોજનાની માહીતી આપેલ તેમ ઇમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા