BHARUCHGUJARATNETRANG

નેત્રંગ તાલુકાન મૌઝા જિલ્લા પંચાયત મત વિસ્તારના જુની જામુની ખાતે ધારાસભ્યની ઉપસ્થિતમાં “ગાંવ/બસ્તી ચલો અભિયાન” હાથ ધરાયું.

બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના ૪૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ ૦૬ થી ૧૨ એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા છે. ત્યારે તા. ૧૦ થી ૧૨ એપ્રિલ દરમિયાન યોજનાર “ગાંવ/બસ્તી ચલો અભિયાન” અંતગર્ત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવાનું હોવાથી ૧૦મી એપ્રિલે જ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાની અધ્યક્ષતામાં નેત્રંગ તાલુકાન મૌઝા જિલ્લા પંચાયત મત વિસ્તારના જુનીજામુની ગામે આવેલ પ્રાથમિક શાળા, મંદિર ખાતે સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેમજ તળાવની સફાઈ કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમને રાયસિંગભાઈ વસાવા, નેત્રંગ સંગઠન પ્રમુખ મનસુખભાઈ વસાવા, મહામંત્રી પ્રકાશભાઈ ગામીત સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરપંચો અને મોટી સંખ્યામાં કાર્યકરો ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!