
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : નગર પાલિકા ચીફ ઓફીસની આગેવાનીમાં માલપુર રોડ સાઈડના ગેરકાયદેસર દબાણને દૂર કરવા કવાયત
મોડાસા શહેરમાં માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા નિવારવા હવે પાલિકાએ લાલ આંખ કરી છે.પાલિકાના ચીફ ઓફીસ ભદ્રેશ પટેલની આગેવાનીમાં શહેરના માલપુર રોડ સાઈડના ફૂટપાટ પરના,ગેરકાયદેસર દબાણોને દૂર કરવા ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. મોડાસા શહેરના તમામ મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે હોવાનું ચીફ ઓફિસરે ભદ્રેશ પટેલે જણાવ્યું હતું.




